મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી AHTU ટીમ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના છ માસના અપહરણ અને પોક્સોના ગુનાના આરોપીને મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના બેડવલ્લી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી AHTU ટીમઅપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન તેઓને ખાનગી રાહે માહીતી મળેલ હતી કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો પોકસો એકટ હેઠળનાં અપહરણનાં ગુન્હાનાનો આરોપી રાજુભાઈ નવાભાઈ મસાર (રહે. બામણીઓઢા તા.માલપુર જી.અરવલ્લી) ફરીયાદીની સગીર વયની દિકરીને ભલગામ નર્મદા કારખાનામાંથી અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી રાજુભાઈ નવાભાઈ મસારને મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના બેડવલ્લી ગામના ચાર રસ્તા પાસે હોવાની માહીતી મળતા AHTU મહિસાગર જીલ્લામાં તપાસમાં હોય તાત્કાલિક હકીકત વાળી જગ્યાએ પહોંચીને AHTU ટીમ દ્વારા મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના બેડવલ્લી ગામના ચાર રસ્તા પાસેથી આરોપી તથા ભોગબનનારને હસ્તગત કરી વાંકાનેર તાલુકા પોલીસને સોપવામાં આવેલ છે.