Sunday, May 19, 2024
HomeGujaratમોરબી-કચ્છ નેશનલ હાઈવે પર ડમ્પર અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત, એક ઈજાગ્રસ્ત

મોરબી-કચ્છ નેશનલ હાઈવે પર ડમ્પર અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત, એક ઈજાગ્રસ્ત

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કમલેશમીણા જગદીશમીણા (ઉ.વ.૨૬ ધંધો-ટ્રક ડ્રાઇવીંગ રહેવાસી-ગુઢા ચુરાની તા. થાના ગાજીયા જી.અલવર, રાજસ્થાન) એ આરોપી ડમ્પરચાલક અબ્દુલભાઈ કરીમભાઈ સામે ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે તા. ૧૬ ના રોજ મોરબી કચ્છ નેશનલ હાઇવે પર હીરવા વે બ્રીજ પાસે આરોપીએ પોતાના હવાલા વાળું ડમ્પર નં. જીજે-૧૨-એયુ-૫૬૪૪ પુરઝડપે અને ગફતલભરી રીતે ચલાવી રોડની ગેર કાયદેસર કટમા મીઠાના અગર તરફ અચાનક વાળી લઇ ડમ્પર પાછળનો ઠાઠાનો ભાગ ટ્રેઇલર નંબર આરજે-૧૪-જીજી-૧૯૬૩ વાળાના આગળના ભાગે અથડાવી દઇ ટ્રેઈલરના ડ્રાઇવર ખ્યાલીરામ લક્ષ્મણમીણાને જમણા પગના ભાગે ફેક્ચર તથા કમરના ભાગે ઇજા કરી હતી. માળીયા (મી.) પોલીસે બનાવની ફરિયાદનાં આધારે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!