Wednesday, December 4, 2024
HomeGujaratવાંકાનેરનાં જડેશ્વર નજીકની ડમ્પર-ટ્રેકટર વચ્ચે અકસ્માત, ચાર ઈજાગ્રસ્ત

વાંકાનેરનાં જડેશ્વર નજીકની ડમ્પર-ટ્રેકટર વચ્ચે અકસ્માત, ચાર ઈજાગ્રસ્ત

વાંકાનેરનાં જડેશ્વર નજીકની ડમ્પર-ટ્રેકટર વચ્ચે અકસ્માતમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા ડમ્પરચાલક વિરુદ્ધ નોંધાયો ગુનો

- Advertisement -
- Advertisement -

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કરશનભાઇ સોમાભાઇ કોબીયા (ઉ.વ.૩૫, ધંધો-ખેતી, રહે.કોઠારીયા, તા.વાંકાનેર) એ ડમ્પર નં. જજે-૧૨-એયુ-૮૪૪૧નાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૮ ના રાત્રીના આશરે સવા નવેક વાગ્યે ફરીયાદી પોતાના હવાલાવાળા ટ્રેક્ટર.નં. જીજે-૦૩-એસએસ-૪૭૪૮ તથા ટ્રોલી રજી.નં. જીજે-૦૩-ઝેડ-૮૫૧૦ માં નીરણ ખાલી કરી કોઠારીયા ગામ પરત જતા હોય ત્યારે રાતીદેવળી નદીના પુલથી આગળ રોડ પર પહોચતા ત્યા સામેથી આવતા આઇવા ડમ્પર નં.જીજે-૧૨-એયુ-૮૪૪૧ ના ચાલકે પોતાના હવાલાવાળુ ડમ્પર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના ટ્રેક્ટર-ટ્રોલી સાથે સામેથી ભટકાડી ફરીયાદી તેમજ ટ્રેકટરના પંખા પર બેઠેલ હકાભાઇ તથા કીશનને શરીરે મુંઢ ઇજાઓ કરી તેમજ ડમ્પરમાં બેઠેલ ઇસમને પણ ઇજા કરી ડમ્પર ચાલક ડમ્પર મુકી નાશી છૂટ્યો હતો. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!