અકસ્માતની ગોઝારી ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે ગઈકાલે ભલગામ ગામની સીમ વધુ એક વખત રક્તરંજિત બની હતી. જેમાં કાર ટ્રેક્ટરની ટ્રોલીમાં ઘૂસી જતાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે સદ્નસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં ઠીકરીયાળા ગામની સીમ શપ્તી ધાર ખાતે રહેતા બીજલભાઇ રઘુભાઇ માંડાણી નામના વૃદ્ધ ગઈ કાલે પોતાનું GJ.36.AC.6756 નંબરનું ટ્રેકટર લઈ ભલગામ ગામની સીમ સ્પનવેબ કારખાનનાી સામે વાંકાનેર બાઉન્ટ્રી ખાતેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતી GJ.36.L.4438 નંબરની ઇનોવા કારના ચાલકે પોતાની કાર પરનું કાબુ ગુમાવતા કાર આગળ જઈ રહેલ ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે ટ્રેકટર ચાલક બીજલભાઇ રઘુભાઇ માંડાણી, ટ્રેકટરમા બેઠેલ રવીભાઇ, ટ્રેકટરની ટ્રોલીમા બેઠેલ રામભાઇ તથા ઇનોવા કારમા બેઠેલ અન્ય યુવકને ઈજાઓ પહોંચી હતી. ત્યારે સમગ્ર મામલે ટ્રેકટર ચાલક બીજલભાઇ રઘુભાઇ માંડાણીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.