અકસ્માતનાં આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના રાજકોટ-મોરબી હાઈવે પર હરબટીયાળી નજીક મોરબી તરફ જતુ ટેન્કર અને માલ સામાન ભરેલ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલક સોરઠિયા સાગર મનસુખભાઈ (ઉ.વ.૩૫)ને ઈજા પહોંચી હતી.

બનાવની જાણ થતા ૧૦૮ ઘટનાસ્થળે દોડી જઈ ઘાયલ ડ્રાઈવરને સારવાર અર્થે ટંકારાની હોસ્પિટલમાં ખસેડયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે.









