મોરબી જિલ્લામાંથી અકસ્માતની ગોઝારી ઘટનાનો શીલશિલો અટકવાનું નામ જ ન લેતો હોય તેમ આજે મોરબીની રવિરાજ ચોકડી નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બાઈક સવાર બે ના મોત નિપજતા ઉહાપોહ મચી ગયો છે.
અકસ્માત અંગે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર મોરબીમાં કાળ બનીને દોડતા ટ્રકની ઠોકરે અનેક લોકો કાળનો કોળિયો બની ગયાના હજરાહજૂર બનાવો છે તેવા સંજોગો વચ્ચે આજે સવારે વધુ એક અકસ્માતની ઘટના પ્રકાસમાં આવી છે જેમાં મોરબીની રાવીરાજ ચોકડી નજીક ટ્રક અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. રોડ પર દોડતા ટ્રક પાછળ બાઇક ઘુસી જતા બાઇક સવાર બને ના મોત કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં એક વ્યક્તિનું નામ સવારામભાઇ (ઉ.વ.35) હોવાનું જણાયું છે. આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનેના મૃતદેહોનો કબ્જો સાંભળી પી એમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવા સહિતની કામગીરી હાથ ધરી હતી.