બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના માર્ગો મોટે ભાગે પહાડી અને ઢાળવાળા હોવાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે અંબાજી-દાંતા વચ્ચે આવેલા ત્રિશૂલિયો ઘાટ જાણે અક્સ્માત ઝોન બની ગયો હોય તેમ વધુ એક ખાનગી બસનો અકસ્માત સર્જાયો છે.જેમાં ૧૪ લોકો ઈજાગ્રસ્ત છે જેમાં મોરબીની પણ બે મહિલા નો સમાવેશ થાય છે.
અંબાજીનો ત્રિશુલિયા ઘાટ અકસ્માત ઝોન છે. આ ઝોન પર અવારનવાર ગંભીર અકસ્માત થતા રહે છે. ત્યારે આજે અંબાજી દર્શન કરીને પરત ફરી રહેલા સૌરાષ્ટ્રના બસના મુસાફરોને અકસ્માત નડ્યો હતો. અંબાજીના ત્રિશુલીયા ઘાટી પર GJ-14-T-0574 નંબરની પટેલ ટ્રાવેલ્સની ખાનગી બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 30 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં મોરબી જિલ્લા ના ટંકારા તાલુકાના લજાઈ ગામના જયાબેન રામજીભાઈ મકવાણા તેમજ મોરબીના નાની વાવડી ગામના કંકુબેન ખાનાભાઈ પરમાર,હંસાબેન નટવરભાઈ ખંડળી(રાજકોટ), રાજુભાઈ મુળજીભાઈ ઝાલા(કેશોદ), નિશાબેન રાજુભાઈ ઝાલા(કેશોદ), છગનભાઇ જીવણભાઈ ગોહિલ(ધોળસિયા),નટુભાઈ દેવજીભાઈ ખોડિયા (રાજકોટ), કુસુમબેન છગનભાઇ ગોહિલ(ધોળસીયા),લતાબેન નારણભાઇ બગડા(પાંચપીપળા,રાજકોટ) અનીશભાઈ નુરમહમદ અંસારી(બસ ના ડ્રાઈવર ધોરાજી),નિલેશભાઈ નારણભાઇ બગડા(પાંચ પીપળા), ધર્મિષ્ઠા મુકેશભાઈ વાઘેલા(મોટા પૂડકિયા), જોશનાબેન જયંતીભાઈ ચાવડા(જેતપુર)ને નાની-મોટી ઈજા પહોંચી હતી. તો બે મુસાફરો ખરાબ રીતે બસમાં ફસાયા હતા, જેઓને બે કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.