Friday, December 27, 2024
HomeGujaratમાતાના મઢના દર્શનાર્થી પરિવારને અકસ્માત નડ્યો : મોરબીના યુવાનનું મોત

માતાના મઢના દર્શનાર્થી પરિવારને અકસ્માત નડ્યો : મોરબીના યુવાનનું મોત

વરસામેડીથી ભીમાસર તરફ જવાના રસ્તે માતાના મઢના દર્શનાર્થીઓના વાહનને અકસ્માત નડતા મોરબીના એક યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના વિજયનગરમાં રહેતા સોલંકી પરિવારના આઠ સભ્યો ટેમ્પો લઇને માતાના મઢ આશાપુરા દર્શન માટે ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વેળાએ વરસામેડીથી ભીમાસર તરફ જવાના રસ્તે છોટાહાથી મીની ટેમ્પો નં.GJ36-V-0353 સામેથી આવતા ટ્રકના બચાવના પ્રયાસમાં રોડ પરથી પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ટેમ્પો ચાલક જગદીશભાઈ મોહનભાઈ સોલંકી (રહે.વિજયનગર મોરબી)ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ટેમ્પોમાં સવાર અન્ય 2 થી 3 સભ્યોને ઇજા પહોંચી હતી. જેથી ઇજાગ્રસ્તોને અંજાર હોસ્પિટલમાં ખસેડાયા છે. યુવાનના મોતથી સોલંકી પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!