Sunday, May 19, 2024
HomeGujaratરવાપર રોડ પર થયેલ લૂંટના આરોપીનો દિલ્હી પોલીસ પાસેથી મોરબી પોલીસે કબ્જો...

રવાપર રોડ પર થયેલ લૂંટના આરોપીનો દિલ્હી પોલીસ પાસેથી મોરબી પોલીસે કબ્જો મેળવ્યો: રિમાન્ડની તજવીજ

મોરબીના રવાપર રોડ ઉપર તાજેતરમાં બંદૂકના નાળચે અંગળીયા પેઢીના કર્મચારીને લૂંટી ફરાર થયેલા બે શખ્સોને પોલીસે દિલ્હીથી દબોચી લીધા બાદ આજે મોરબી પોલીસે દિલ્હીથી આરોપીઓનો કબ્જો મેળવી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના રવાપર રોડ ઉપર થોડા દિવસો અગાઉ બે શખ્સો આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી સરાજાહેર બંદૂકના નાળચે લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી જે દરમિયાન આરોપીઓ અસ્થિ વિસર્જન માટે દિલ્હી ગયા હોવાની પોલીસને જાણ થતાં દિલ્હી પોલીસની મદદથી બંને આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી લીધા હતા. ત્યાર બાદ આગળની કાર્યવાહી કરી અંતે મોરબી પોલીસે બન્ને આરોપીનો દિલ્હી પોલીસ પાસેથી કબ્જો મેળવી વિધિવત ધરપકડ કરી હતી. ધરપકડ બાદ બંનેના રિમાન્ડની પોલીસે તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!