Saturday, October 5, 2024
HomeGujaratટંકારાના હરબટિયાળી નજીકની છોટા હાથી અને રિક્ષા વચ્ચે અકસ્માત ટક્કર, બાળકનું મોત

ટંકારાના હરબટિયાળી નજીકની છોટા હાથી અને રિક્ષા વચ્ચે અકસ્માત ટક્કર, બાળકનું મોત

અકસ્માતમાં રીક્ષામાં બેઠલા બાળકનું મોત નીપજ્યું હતું મૃતક બાળકના પિતાની ફરિયાદના આધારે પોલીસે છોટાહાથી વાહનના ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અરવિંદભાઇ રૂપસિંગભાઇ હઠીલા (ઉ.વ.૩૫, ધંધો-ખેતી, રહે.મજુરી, રહે.,સજનપર(ઘુ), બાબભાઇ ચકુભાઇ દેસાઇની વાડીમા, તા. ટંકારા) એ આરોપી છોટાહાથી (ટાટા એસ) નં. જીજે-૩૬-વી-૮૨૩૪નાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૯ ના રોજ હરબટયાળી ગામે રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર આરોપી ટાટા એસ છોટા હાથી ફોરવ્હીલર વાહન નં. જીજે-૩૬-વી-૮૨૩૪ ના ચાલકે તેના હવાલાવાળુ વાહન પુરઝડપે અને બેફીકરાઇથી ગફલતભરી રીતે રોંગ સાઇડમા ચલાવી ફરીયાદી જે રીક્ષામા બેસેલ તે રીક્ષા નં. જીજે-૦૩-બીયુ-૬૩૭૬ ને હડફેટે લેતા રીક્ષામાં બેસેલ ફરીયાદી તથા અન્ય પેસેન્જરોને નાની મોટી ઇજાઓ તેમજ રીક્ષામા બેસેલ ફરીયાદીના પુત્ર વંશ (ઉ.વ.૧૧) ને ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. ટંકારા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!