Wednesday, October 30, 2024
HomeGujaratમાળીયાના મંદરકીના નાલા પાસે અકસ્માતે કાર કેનાલમાં ખાબકી: દંપતીનો મૃતદેહ સાંપડ્યો

માળીયાના મંદરકીના નાલા પાસે અકસ્માતે કાર કેનાલમાં ખાબકી: દંપતીનો મૃતદેહ સાંપડ્યો

હળવદ તાલુકાના જુના અને નવા ઘાટીલા વચ્ચે આવેલ મંદરકીના નાલા પાસે આજે વહેલી સવારે કાર કેનાલમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર દંપતિનો મૃતદેહ મળી આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

બનાવની જાણવા મળતી વિગત અનુસાર હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા રાહુલભાઈ પ્રવીણભાઈ ડાંગર (ઉ.વ 22) અને તેમના પત્ની મિતલબેન રાહુલભાઈ આહીર આજે સવારના અજીતગઢ ગામેથી માળિયા તરફ સગાઈ પ્રસંગે જતા હતા. આ દરમિયાન જુના અને નવા ઘાટીલા પાસેથી મંદરકી ગામના નાલા પાસે નર્મદા કેનાલમાં સ્વીફટ કાર ખાબકતા અકસ્માત સર્જાયો હતો. આ અંગે સ્થાનિક લોકોને જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં શોધખોળ હાથ ધરતા કેનાલમાંથી મિતલબેનનો મૃતદેહ મળી આવતા તેને બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે રાહુલભાઈનો કોઈ પત્તો ન લાગતા સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામા આવી રહી છે. બનાવની જાણ થતા ટીકર જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્ર ભાઈ એરવાડીયા, અજીતગઢ ગામના સરપંચ રજનીભાઈ પટેલ, અશ્વિનભાઈ આહિર સહિત મોટી સંખ્યામાં લોકો કેનાલ કાઠે દોડી આવ્યા હતા. ત્યારે તરવૈયાઓની કલાકોની જહેમત બાદ પતિનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. બન્ને નવદંપતીઓના મૃતદેહને હાલ માળિયા રેફરલ હોસ્પીટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!