Saturday, April 27, 2024
HomeGujaratમોરબીના શનાળા રોડ અને વાવડી રોડ પરથી દારૂની એક એક બોટલ સાથે...

મોરબીના શનાળા રોડ અને વાવડી રોડ પરથી દારૂની એક એક બોટલ સાથે નીકળેલ બે શખ્સો ઝડપાયા

મોરબીના શનાળા રોડ અને વાવડી રોડ પરથી દારૂની એક એક બોટલ સાથે નીકળેલ બે શખ્સોને પોલીસે ઝડપી લઈ બને વિરુધ પ્રોહી કલમ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના શનાળા રોડ પર આવેલ પેટ્રોલપંપ નજીકથી વિદેશી દારૂની મેગ્ડોલ્સ નં.૧ સુપરીયલ્સ વ્હિસ્કિ બોટલ નંગ.૧ ની કિ.રૂ.૩૭૫ લઈ વેચાણ કરવા અર્થે નીકળેલ કમલેશભાઈ કાનજીભાઈ શેરશીયા (ઉ.વ.૩૮ રહે. રવાપર ઘુનડા રોડ મહાબલી હનુમાનજી મંદીર નજીક મોરબી) નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે દારૂની બોટલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહી કલમ ૬૫-A-A, ૧૧૬-B, ધારા હેઠળ કાર્યવાહી આરંભી છે.

અન્ય એક ગુન્હાની વિગત મુજબ મોરબી શહેરના વાવડી રોડ પાર આવેલ કારીયા સોસાયટી શેરીનં.૧ નજીકથી મેકડોવેલસ્નં.૧ સુપરીયર વ્હીસ્કી કંપની બોટલ નંગ.૧ ની કિ.રૂ.૩૭૫ સાથે નીકળેલ લાભુભાઇ મેઘાભાઇ જુવા (ઉ.વ.૨૪ રહે.મોરબી વાવડીરોડ કારીયા સોસાયટી શેરીનં1)ને મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સ વિરુદ્ધ પ્રોહી કલમ ૬૫-A-A, ૧૧૬-B, મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!