Saturday, December 28, 2024
HomeGujaratહળવદ પંથકમાં છેતરપીંડી , વિશ્વાસઘાતના ગુનાનો પાંચ વર્ષથી ફરાર આરોપી રાજકોટમાંથી ઝડપાયો

હળવદ પંથકમાં છેતરપીંડી , વિશ્વાસઘાતના ગુનાનો પાંચ વર્ષથી ફરાર આરોપી રાજકોટમાંથી ઝડપાયો

હળવદ પંથકમાં છેતરપીંડી , વિશ્વાસઘાતના ગુના સંડોવાયેલ અને છેલ્લા ૫ વર્ષથી પોલીસને હાથતાળી આપી ફરાર શખ્સને રાજકોટ ખાતેથી ઝડપી લેવામા મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા સાંપડી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મોરબી જીલ્લાના હળવદ પોલીસ મથકમા ૭૪/૨૦૧૭ આઇ.પી.સી. કલમ . ૪૦૬,૪૨૦,૧૧૪ (છેતરપીંડી , વિશ્વાસઘાત)ના ગુન્હામા પાંચ વર્ષથી પોલીસ પકડથી દૂર આરોપી જીતેન્દ્ર પરસોત્તમભાઇ ખેતરીયા (ઉ.વ .૪૦ રહે . રાજકોટ , ૧૫૦ ફૂટ રીંગરોડ , વિશ્વકર્મા સોસાયટી શેરી નં .૦૬)ને રાજકોટ ખાતેથી દબોચી લીધો હતો.

આ કામગીરી દરમિયાન પીઆઇ વી.બી.જાડેજા, એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા , હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ બોરાણા , સહદેવસિંહ જાડેજા , ચંન્દ્રકાંતભાઇ વામજા , જયેશભાઇ વાઘેલા , કોન્સ્ટેબલ. વિક્રમભાઇ કુગશીયા , ભગીરથસિંહ ઝાલા બ્રિજેશભાઇ કાસુન્દ્રા , રણવિરસિંહ જાડેજા , હરેશભાઇ સરવૈયા સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!