Tuesday, May 21, 2024
HomeGujaratમોરબી તાલુકા વિસ્તારમાં અપહરણના ગુન્હામાં છ માસથી ફરાર આરોપીને AHTU ટીમ દ્વારા...

મોરબી તાલુકા વિસ્તારમાં અપહરણના ગુન્હામાં છ માસથી ફરાર આરોપીને AHTU ટીમ દ્વારા એમપીથી ઝડપી લેવાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પાંચ માસના અપહરણના ગુન્હામાં આરોપીને મધ્યપ્રદેશ રાજ્યના બખતગઢ પોલીસ વિસ્તારના ચિખોડા ખાતેથી મોરબી AHTU ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સૂચનાથી અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન આપી AHTU PI એન.એ.વસાવા તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન ખાનગી બાતમી મળી હતી કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુ.ર.નં. ૨૦૨૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૩૬૩,૩૬૬, પોકસો એકટ કલમ ૧૮ વગેરે મુજબના ગુન્હાના કામનો આરોપી રૂપસીંગ મહેન્દ્રભાઇ ડોડવા રહે. વિલજરી તા.જી.અલીરાજપુર (એમ.પી.) વાળો ફરીયાદીની સગીર વયની દિકરીને ભરતનગર ગામની સીમમાંથી અપહરણ કરી ભગાડી ગયો હોય જે આરોપી રૂપસીંગ મહેન્દ્રભાઇ ડોડવા વાળો મધ્યપ્રદેશ રાજ્યના બખતગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ચીખોડા ગામે હોવાની ચોકક્સ માહીતી મળતા AHTU ટીમ સાથે મધ્યપ્રદેશ રાજયમાં હકીકત વાળી જગ્યાએ જઇને મધ્યપ્રદેશ રાજ્યના બખતગઢ ચીખોડા ખાતેથી આરોપીને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!