Friday, May 17, 2024
HomeGujaratમોરબી કચ્છ લોકસભાના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાનો ભવ્ય રોડ શો યોજાયો:વિવિધ મંડળોએ...

મોરબી કચ્છ લોકસભાના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાનો ભવ્ય રોડ શો યોજાયો:વિવિધ મંડળોએ કર્યું સ્વાગત સન્માન

મોરબી કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાનો ભવ્ય રોડ શો મોરબી ખાતે યોજવામાં આવ્યો હતો.તેમજ વિનોદ ચાવડાના રોડ શો ને ભવ્ય પ્રતિસાદ મોરબી શહેરના વિસ્તારમાં જોવા મળ્યો હતો ઠેર ઠેર વેપારી સંગઠનો અને સામાજિક અગ્રણીઓ દ્વારા વિનોદ ચાવડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી કચ્છ લોકસભાના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડા દ્વારા ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. મોરબીમાં લોકસભાના ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી શરુ કરીને મોરબીના મુખ્યમાર્ગો પર રોડ શો યોજવામાં આવ્યો હતો.

જેમાં અલગ અલગ જગ્યાએ વેપારી મંડળો અને અલગ અલગ સમાજના લોકો દ્વારા વિનોદ ચાવડાનુ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. વિનોદ ચાવડાના રોડ શો દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

વિનોદ ચાવડાના રોડ શો શરૂ થયા પૂર્વે ક્ષત્રિય યુવાનોએ વિરોધ કરવાનો પ્રયાસ કરતા તેઓની અટકાયત કરવામાં આવી હતી. મોરબીમાં રોડ શો ને લઈને જબરો પ્રતિસાદ જોવા મળ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!