મોરબીમાં રહેતા અને કોન્ટ્રાકટર તરીકે કામ વ્યક્તિને મજૂરોને આપવા માટે પૈસાની જરૂરિયાત ઊભી થતાં એક વ્યક્તિ પાસેથી ઉંચાવ્યા છે નાણા લીધા હતા. તે નાણાની ડબલ રકમ ચૂકવી દીધા છતાં પણ વ્યાજખોર દ્વારા બળજબરીપૂર્વક પાંચ કોરા છે અને કાર પડાવી લેવામાં આવી હતી જે પૈકી એક ચેકમાં બે લાખ રૂપિયા ની રકમ લખીને બેંકમાં નાખવામાં આવ્યા હતા જે પરત ફરતા વ્યાસખોરે યુવાન સામે ફરિયાદ દાખલ કરી હતી આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ આપવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર મોરબીમાં વર્ષ ૨૦૧૯ ના વર્ષમાં ઈકબાલભાઈ કરીમભાઈએ પ્રતિકભાઇ દશરથભાઈ ડાયમા પાસેથી ઊંચા વ્યાજે પાંચ લાખ રૂપિયા લીધા હતા જે નાણાની સામે ઇકબાલભાઈએ પ્રતિકભાઇને વ્યાજ સહિત ડબલ રકમ ચૂકવી આપી હતી છતાં પણ પ્રતિકભાઇ એ ડરાવી ધમકાવીને ઈકબાલભાઈ પાસેથી પાંચ કોરા ચેક સહી કરાવીને તેમજ એક કાર પણ પડાવી લીધેલ હતી. જે ચેક પૈકી એક ચેકમાં બે લાખ રૂપિયાનો ખોટી રીતે લખીને એકાઉન્ટમાં નાખ્યો હતો. જે ચેક રીટર્ન થતા પ્રતિકભાઇએ ઇક બાલ ભાઈ ઉપર નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ મોરબી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. નામદાર સી.વાય.જાડેજાની કોર્ટમાં કેસ ચાલતા આરોપી ઈકબાલભાઈ વતી યુવા વકીલ મહિધરભાઈ દવે એ દસ્તાવેજી પુરાવા તેમજ નામદાર હાઇકોર્ટે અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજૂ કર્યા હતાં. જેને ધ્યાનમાં લઈને નામદાર કોર્ટે આરોપી ઇકબાલભાઇ ને ચેક રિટર્ન કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. તેમજ કાર પરત આપવાનો હુકમ કર્યો હતો. જેમાં એડવોકેટ મહિધર દવે સાથે એડવોકેટ જયભાઈ પરીખ પણ સાથે રોકાયેલ હતા.