મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂ. ૨૬,૯૦,૩૦૦/- ના દારુના જથ્થા માં પકડાયેલ આરોપી અજય રાયધનભાઈ કુંભારવાડિયા રાજકોટ વાળાના જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરતા આરોપીને ૧૫,૦૦૦ ના શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આરોપી તરફી વકીલ ગોપાલ ઓઝા દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી જે દલીલોને ધ્યાનમાં રાખી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા…
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રફાળેશ્વર ફાટક પાસે રફાળેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માંથી પકડાયેલ ડુબ્લિકેટ ઇગ્લિશ દારૂની ફેકટરી માંથી રૂ. ૨૬,૯૦,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહી બિશન કલમ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુન્હામાં પોલીસે અજય રાયધનભાઈ કુંભારવાડિયા રાજકોટ વાળાની અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીને જેલ હવાલે કરતાં આરોપી અજય રાયધનભાઈ કુંભારવાડિયાએ મોરબીના સિનિયર એડવોકેટ મનીષ પી ઓઝા (ગોપાલ ઓઝા) તેમજ મેનાઝ એ પરમાર મારફતે સેશન્સ જજ કે. આર. પંડયા સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા જામીન અરજી કરતા આરોપીને રૂ. ૧૫,૦૦૦/- શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આરોપી તરફે વકીલ ગોપાલ ઓઝા એડવોકેટે ધારદાર દલીલો કરી હતી જે દલીલો ધ્યાને લઈ જામીન મુકત કરવામાં આવ્યો હતો.