મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ભાયાતી જાબુડીયા ગામે “આદિત્યરાજ રીફેકટ્રીઝ” નામના કારખાનાના કમ્પાઉન્ડમાંથી થોડા દિવસ અગાઉ ૧૩.૬૨ લાખના ૧૩૬.૨૦ ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે પકડાયેલ આરોપીની પૂછપરછમાં મોટો ધડાકો થયો છે. જેમાં આરોપી ટાટા કંપનીના સ્ટીકર લગાવી નકલી ડીઝલ વેચતો હોવાનો ખુલાસો થયો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના ભાયાતી જાબુડીયા ગામે “આદિત્યરાજ રીફેકટ્રીઝ” નામના કારખાનાના કમ્પાઉન્ડમાં આવેલ ઓફીસ/ઓરડીમાં ટાટા જેન્યુન કંપનીના માર્કવાળી ડોલોમાં કેમીકલ ભરીને વેચાણ કરતા ઓમપ્રકાશ હનુમાનરામ હેરાજરામ ચૌધરી (રહે મુળ-હોડ,પુનીયો કી ઢાણી સતા.સીણધરી જી.બાડમેર રાજ્ય-રાજસ્થાન) નામના શખ્સને TATAGENUINE DEF(યુરીયા) ડીઝલ એકગ્જોસ્ટ ફલ્યુએડ શીલપેક ૨૦ લીટરની ક્ષમતાવાળી કુલ રૂ.૧,૩૮,૬૦૦/- કિંમતની ૯૯ ડોલ તથા ટાટા જેન્યુન પાર્ટસ લખેલ સ્ટીકરના ૦૪ પાના મળી કુલ રૂ.૧,૩૮,૬૦૦/- નો મુદ્દામાલ ટાટા કંપનીની કોઇપણ જાતની પરવાનગી કે ઓથોરીટી વગર અનઅધીકૃત રીતે બનાવી/મેળવી ઓરીજીનલ બ્રાન્ડ તરીકે વેચાણ કરવાના ઇરાદે પોતાના કબ્જામાં રાખી મુકતા આરોપીની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ આરોપી થોડા દિવસ પેહલા જ સ્થળેથી ૧૩૬.૨૦ ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે મોરબી એલ.સી.બી.ના હાથે ઝડપાયો હતો. જેની હાલ પૂછપરછ ચાલી રહી હતી. તે દરમિયાન આ ડુપ્લીકેટ ડીઝલ કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે.