Tuesday, December 3, 2024
HomeNewsMorbiમોરબીના વર્ષ 2015માં મારામારીના ગુનામાં સજા પામેલો આરોપી સાધુ થઈ ગયો :...

મોરબીના વર્ષ 2015માં મારામારીના ગુનામાં સજા પામેલો આરોપી સાધુ થઈ ગયો : પોલીસે શોધી પાછો જેલના સળિયા પાછળ ધકેલી દીધો

મારામારીના ગુનાની ૧૮માસની સજા બાદ કરેલી અપીલને હાઇકોર્ટે ફગાવી દીધા બાદ પણ આરોપી શરણાગતિ સ્વીસ્વીકારી ન હતી : કોર્ટે આરોપીને પકડવા સમન્સ જાહેર કર્યું હતું : આરોપી સાધુના વેસમાં છુપાયો હતો પોલિસે કર્યો બેનકાબ

- Advertisement -
- Advertisement -

આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રપરાની શેરી નં.-2માં રહેતા પ્રકાશભાઈ ગોવિદભાઈ પંડિત સામે ભૂતકાળમાં હત્યાની કોશિશનો મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જેમાં હત્યાની કોશિશ અને મારામારીનો કેસ મોરબીની સેશન્સ કોર્ટે ચલાવી દેતા આ ગુનાના આરોપી પ્રકાશ ગોવિંદભાઈ પંડિતને મારામારીના અને હત્યાની કોશિષના ગુનામાં કેસમાં દોષિત ઠેરવીને તેને ૧૮ માસની કેદની સજાનો ફટકારી હતી જોકે આ આરોપી પ્રકાશે જેલની સજાથી બચવા હાઇકોર્ટેના આ જજમેન્ટ ને પડકારી અને અપીલ દાખલ કરી હતી પણ હાઇકોર્ટે મોરબીની સેશન્સ કોર્ટેનો ચુકાદો જ માન્ય ગણાવી આરોપી પ્રકાશની અપીલને ફગાવી દીધી હતી અને આરોપીને શરણાગતિ સ્વીકારવા આદેશ આપ્યો હોવા છતાં આરોપી પ્રકાશ વર્ષ 2015થી શરણાગતિ સ્વીકારવાને બદલે નાસી છૂટ્યો હતો અને કેદની સજાથી બચવા માટે સાધુનો વેશ ધારણ કરીને સાધુ બનીને રખડતો હતો જેમાં પોલીસને આ નાસતો ફરતો આરોપી પ્રકાશ સેવાસદનના ગેટ પાસે હોવાની માહિતી મળતા એલસીબી ટીમે આરોપી પ્રકાશની ધરપકડ કરી અને એ ડિવિઝન પોલીસને સોંપ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!