Thursday, April 18, 2024
HomeNewsMorbiમોરબી નાયબ પોલીસ અધિક્ષકની ટીમ દ્વારા જુદા જુદા બે નાસતા ફરતા આરોપીઓને...

મોરબી નાયબ પોલીસ અધિક્ષકની ટીમ દ્વારા જુદા જુદા બે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડ્યાં

મોરબી પોલીસની ટીમને આરોપીઓની તપાસ દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસતા-ફરતા આરોપી અજય ઉર્ફે પાટો મનીષભાઇ મેર (ઉ.વ. 24, રહે. નારીયેલી, તા. ચોટીલા) નારીયેલી ગામે છે. જેના આધારે પોલીસે આરોપીની ગત તા. 11ના રોજ તપાસ કરતા તે જગ્યાએથી આરોપી અજય મળી આવ્યો હતો. પોલીસે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

જ્યારે બીજા હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો આરોપી ટંકારાથી પકડાયો છે
જેમાં હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીર વયની બાળાના અપહરણના તથા પોકસોના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા છે જેમાં હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નાસતા-ફરતા આરોપી દિપક ઉર્ફે ટકો બળવેદભાઇ ઝીંઝવાડીયા (ઉ.વ. આશરે 19, રહે. મુળ વેજલપર, તા. માળીયા, હાલ રહે. ટંકારા) ટંકારા મુકામે છે. જેના આધારે પોલીસે આરોપીની આજે તા. 13ના રોજ તપાસ કરતા તે જગ્યાએથી આરોપી મળી આવ્યો હતો. પોલીસે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!