મોરબી જિલ્લામાં રામકૃષ્ણ નગરમાં વૃદ્ધને સળગાવીને મારી નાખવાના ખૂનના કેસમાં આરોપી સંદીપભાઈ રાજેશભાઈ બોડા તથા વિમલભાઈ નથુભાઈ કામલિયાના જામીન અરજી મોરબી એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા છે….
મળતી માહિતી અનુસાર, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓને ફરીયાદીના દીકરાની સાથે મોબાઈલ ફોનમાં કોઈ બાબતે ઝધડો થતા તેનુ મનદુખ રાખી ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદીના ઘરની બહાર રાખેલ ચંપલની લારીને આગ લગાડી ફરીયાદીના પતિને ઢસડી માર મારી બહાર શેરીમાં સળગતી લારી પાસે ધકકો મારી દઈને ખુન કર્યાનો બનાવ બન્યો હતો. આરોપી સંદીપભાઈ રાજેશભાઈ બોડા તથા વીમલભાઈ નથુભાઈ કામલીયાએ જામીન મેળવવા નામદાર કોર્ટમાં અરજી કરી હતી. ફરિયાદી તરફથી મોરબી જીલ્લાના સરકારી વકીલ સંજયભાઈ દવે તથા પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયા હતા. ત્યારે આરોપીઓ તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદ્દન નીર્દોષ છે અને આરોપી કુટુંબ કબીલા વાળા માણસો છે. ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દેવામાં આવ્યા છે. આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી. આરોપીઓને પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે. ફરીયાદ પક્ષે સદરહુ આરોપીઓના જામીન ન મળે તેમાટે નામદાર કોર્ટમાં જામીન અરજીસામે વાંધા જવાબ રજુ કરાયા હતા. અને એવી દલીલ કરવામાં આવી કે બંને આરોપીઓની બનાવ સમયે સ્થળ ઉપર હાજરી હતી અને ફરીયાદીના પતિને ઢસળીને સળગતી લારી પાસે ધકકો માર્યો હોય તેમજ આરોપીનો બનાવમાં ડાયરેકટ રોલ સામે આવ્યો છે. તેથી બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ ફરીયાદ પક્ષના મોરબી જીલ્લાના સરકારી વકીલ સંજયભાઈ દવે તથા એડવોકેટ દીલીપ આર અગેચાણીયાની દલીલ માન્ય રાખી બંને આરોપીઓની જામીન અરજી ના મંજુર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.