Thursday, July 18, 2024
HomeGujaratહળવદ પોલીસ લાઇન ખાતે મોરબી જીલ્લા પોલીસ દ્વારા કોચીંગ કલાસીસનું આયોજન

હળવદ પોલીસ લાઇન ખાતે મોરબી જીલ્લા પોલીસ દ્વારા કોચીંગ કલાસીસનું આયોજન

હળવદ પોલીસ લાઇન ખાતે હળવદ પોલીસ તથા મોરબી જીલ્લા પોલીસ દ્વારા વેલ્ફેર અંતર્ગત પોલીસ લાઇનના બાળકો માટે અંગેજી,ગણીત તથા વિજ્ઞાનના વિષયના કોચીંગ કલાસીસનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી તથા ડી.વાય.એસ.પી. એસ.એચ. સારડાની સુચના મુજબ હળવદ પોલીસ લાઇન ખાતે પોલીસ પરિવારના બાળકોનો સર્વાગી વિકાસ થાય અને બાળકોમાં કોશલ્ય વિકાસ થાય તથા અભ્યાસની પ્રવૃતીઓમાં વધારો થાય તે માટે હળવદ પોલીસ લાઇન ખાતે મોરબી જીલ્લા પોલીસ દ્વારા પોલીસ વેલ્ફેર અંતર્ગત પોલીસ લાઇનના બાળકો માટે અંગેજી, ગણીત તથા વિજ્ઞાનના વિષયના કોચીંગ કલાસીસનું આયોજન કરવાની સુચના કરેલ હોય જેથી તા.૦૧/૦૭/૨૦૨૪ થી તા.૧૦/૦૭/૨૦૨૪ સુધી દીન-૧૦ માટે હળવદ પોલીસ લાઈન ખાતે અંગેજી,ગણીત તથા વિજ્ઞાનના વિષયના કોચીંગ કલાસીસનું આયોજન કરવામાં હતું. અને ધો ૧ થી ૧૦ સુધીના આશરે ૩૫ જેટલા બાળકોએ કોચીંગ કલાસીસનો લાભ લીધેલ હતો. અને તમામ બાળકોને કોંચીંગ કલાસીસ પુર્ણ થયેથી પ્રોત્સાહન રૂપે હળવદ પોલીસ સ્ટેશન દ્વારા શૈક્ષણીક કીટની ભેટ આપવામાં આવેલ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!