Friday, May 3, 2024
HomeGujaratમાળીયામિયાણાના નાના દહીસરા ગામે બાવળની જાળીમાથી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ભાગી ગયો

માળીયામિયાણાના નાના દહીસરા ગામે બાવળની જાળીમાથી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ભાગી ગયો

માળીયા મિયાણા તાલુકાના નાના દહીસરા ગામે માળીયા પોલીસે દરોડો પાડી બાવળની ઝારીમાં સંતાડેલા દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. આ રેઇડ દરમિયાન આરોપી ઇરફાન પોલીસને હાથતાડી આપી નાશી છૂટવામાં સફળ થતા પોલીસે આરોપીને ફરારી જાહેર તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

માળીયા મીયાણાના નાના દહીસરા ગામે દારૂનું વેચાણ કરવાના ઇરાદે જીનામ મંદિર તરફ જવાના રસ્તે આવેલ બાવળની ઝાડીમાં દારૂના જથ્થાનો સંગ્રહ કાર્યો હોવાની પોલીસને કાને વાત પડતા પોલીસ દોડી ગઈ હતી જ્યાં રેઇડ કરતા આરોપી ઇરફાન અલીભાઈ સુમરાએ વેચાણ કરવાના ઇરાદે સંગ્રહ કરેલ વિદેશી દારૂની બ્રાન્ડની કુલ બોટલો નંગ -૭૨ કિ.રૂ .૨૭,૦૦૦ નો જથ્થો ઝડપાયો હતો. આ રેઇડ દરમિયાન આરોપી હાજર ન મળતા પોલીસે આરોપી સુધી પહોંચવા તપાસ તેજ બનાવી છે.

આ રેઇડ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.એચ.ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, કોન્સ્ટેબલ સંજયભાઇ રાઠોડ, વિપુલભાઇ ડાંગર, મહેન્દ્રસિંહ ચુડાસમા તથા યુવરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ ફરજ પર હાજર રહ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!