સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ નજીક પોલીસ એન્કાઉન્ટરમાં ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ આરોપી અને તેનો પુત્ર ઠાર થયા છે આરોપીઓએ પોલીસ પર હુમલો કરતા પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું જેમાં બે આરોપીઓ વોન્ટેડ મુન્નો અને પુત્ર મદીનનું એન્કાઉન્ટરમાં મોત થયું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડીયા ગામે પોલિસ એન્કાઉન્ટરમાં બે વ્યકિતના મોત નીપજ્યાનું સામે આવ્યું છે.
માલવણ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ગુજસીટોક આરોપી હનીફખાન ઉર્ફે મુન્નો કાળુંખાન અને તેનો પુત્ર મદિનખાન (ઉ.વ.૧૬) એ પોલીસ પર તીક્ષ્ણ હથિયાર વડે પોલીસ પર જીવલેણ હુમલો કરી ધારીયા અને પોલીસ પર ફાયરીંગ કરી ત્યાથી ભાગવાનો પ્રયાસ કરતા આરોપીઓને પકડવા ગયેલા પીએસઆઈ વીરેન્દ્રસિંહ એન જાડેજા એ સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં આરોપી પિતા અને પુત્રના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય બે મહિલાઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સાથે જ પીએસઆઈ વીરેન્દ્રસિંહ જાડેજા ને પણ ઈજાઓ થતા સારવાર માં ખસેડવામાં આવ્યા હતા આ બનાવને પગલે એલસીબી, સ્થાનિક પોલીસના ધાડેધાડા હાલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.જેમાં ડીવાયએસપી હિમાંશુ દોશીએ જણાવ્યું હતું કે આરોપી હનીફ ઉર્ફે મુન્નાખાન કાળું પર ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો જેમાં ૨૦ ઈસમો સામે નોંધાયેલ ગુનામાં આ મુખ્યત્રણ આરોપીઓ પૈકી હતો સાથે જ હનીફખાનની પત્ની પણ આ ગુજસીટોક ના ગુના હેઠળ જેલમાં છે ત્યારે આજે પીએસઆઈ વી એન જાડેજાની ટીમને આરોપી મુન્નો ગામમાં હોવાની બાતમી મળતા તેને પકડવા સમયે આ બનાવ બન્યોહતો આરોપી હુસેન ઉર્ફે કાળું મુન્નાખાન પર કુલ ૮૬ ગુનાઓ નોંધાયેલ છે જે પૈકી ૫૯ ગુનાઓમાં તે વોન્ટેડ છે અને નાસતો ફરતો હતો ત્યારે હાલ પિતા પુત્ર બન્નેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.