Tuesday, April 30, 2024
HomeGujaratમોરબીના પંચાસર રોડ પર કાર અડફેટે બાળક ઇજાગ્રસ્ત

મોરબીના પંચાસર રોડ પર કાર અડફેટે બાળક ઇજાગ્રસ્ત

મોરબીના પંચાસર રોડ પર આવેલ ભુભરની વાડી સામે પુરઝડપે આવતી કારે બાળકને અડફેટે લેતા બાળક ઇજાગ્રસ્ત થયું હોવાનો બનાવ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ચોપડે નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ભુભરની વાડી સામે સેન્ટ્રો કાર નં જીજે-૦૩-એબી-૯૭૪૩ અડેધડ બેફામ સ્પીડે આવી રહી હતી આ દરમિયાન કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા સાહેદ કિશન (અભી) (ઉ.વ.-૫)ને અડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં પાંચ વર્ષના બાળકના જમણા પગ ઉપર કાર ચડી જતા બાળકને પગે પેનીના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી જેને પગલે મોરબીના પંચાસર રોડ પર રહેતા નવઘણભાઇ લક્ષ્મણભાઇ ખીટે કાર ચાલક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!