Monday, December 23, 2024
HomeGujaratમોરબીના ફડસર ગામના લાંચ પ્રકરણમાં સંડોવાયેલ બને આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર...

મોરબીના ફડસર ગામના લાંચ પ્રકરણમાં સંડોવાયેલ બને આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

મોરબીના ફડસર ગામે આવેલ ગાડા માર્ગના વિવાદનો ઉકેલ લાવવા મોરબી પ્રાંત કચેરીના ક્લાર્ક અને વચેટીયાએ રૂપિયા 75 હજારની લાંચ માંગી હતી આ પ્રકરણમાં સંડોવાયેલ બંને આરોપીને એસીબીએ દબોબી લીધા બાદ આજે કોર્ટમાં રજૂ કરાતા મોરબી કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

- Advertisement -
- Advertisement -

કેસની વિગત અનુસાર મોરબીના ફડસર ગામે આવેલ જમીનનાં સર્વે નંબર ૩૪૯ માં અવર-જવર માટેના ગાડા મારગના વિવાદ અંગેનો કેસ મામલતદાર કચેરીમાં ચાલતા ફરીયાદી જીતી ગયા હતા જની સામે પ્રાંત કચેરીમાં અપીલ કેસ ચાલતો હોય જેમાં ફરીયાદીની ફેવરમાં હુકમ કરવા અંગેમોરબી પ્રાંત કચેરીના ક્લાર્ક આરોપી નિર્મલ જીલુભાઇ ખુંગલાંએ પ્રથમ રૂ. ૧,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી, બાદ વાતચીતના અંતે છેલ્લે રૂપિયા ૭૫,૦૦૦ની લાંચની રકમ નકકી થઈ હતી.જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતાં ન હોય, ફરીયાદીએ એસીબીને જે અંગે એસીબીને ફરીયાદ આપેલ.

ફરિયાદ બાદ લાંચના છટકા ગોઠવી જીલુભાઇ ખુંગલાંએ રૂપિયા ૭૫,૦૦૦ ની લાંચની રકમની માંગણી કરી, લાંચની રકમ પોતાની સાથે આવેલ ધર્મેન્દ્રભાઇ નરભેરામ બારેજીયા,(ખાનગી વકિલ) ને આપવાનું કહ્યા બાદ બન્ને લાંચની રકમ સ્વીકારી આરોપી સ્થળ પર ઝડપાઇ ગયા હતા. આ પ્રકરણમાં સંડોવાયેલ નિર્મલ જીલુભાઇ ખુંગલા, અને ધર્મેન્દ્રભાઇ નરભેરામ બારેજીયાને આજે ડીસ્ટ્રીક્ટ કોર્ટ મોરબીમાં રિમાન્ડ રિપોર્ટ સાથે રજુ કરતાં કોર્ટે તા. ૨૫/૧/૨૧ સુધીના એટલે કે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

બીજી તરફ આ ગુનામાં તપાસ પીઆઇ પ્રવિણ ગઢવી (લીલા) (મોરબી એસીબી)ના ચલાવી રહ્યા છે જેથી આરોપી બાબતે કોઈ માહિતી હોય તો મો. નં ૯૯૭૯૩૬૩૧૯૩ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!