મધ્યપ્રદેશ માંથી સગીરવય ની બાળકી ની અપહરણ કરી ને મોરબી ના છુપાયેલ આરોપી ને મોરબી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો .
જાણવા મળતી વિગત મુજબ મધ્યપ્રદેશ ના અશોક નગર ગ્રામ્ય વિસ્તારમાં થી એક સગીર વય ની બાળકી નું અપહરણ કરી ને આરોપી ઉમેશ કનછેદી કોળી, રહે.નયાપુરા જી .અશોકનગર મધ્યપ્રદેશ વાળો ફરાર થઇ ગયો હતો જે બાબતે મધ્યપ્રદેશ ના અશોકનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ હતી .ઉપરોક્ત આરોપી મોરબી માં રહી ને સીરામીક માં મજૂરી કામ કરતો હોય એવી જાણ મધ્યપ્રદેશ પોલીસ ને થતા તેઓતે તાત્કાલીક મોરબી પોલીસ ને જાણ કરી હતી જેથી મ.પ્ર પોલીસ દ્વારા જણાવેલ સ્થળે પર મોરબી એલસીબી એ જઈને આરોપી નાસી જાય એ પહેલાં જ ઝડપી લેવામાં આવ્યો હતો અને મ.પ્ર. પોલીસ ને સોંપ્યો હતો . સાથે અપહ્યીત સગીરા બાળકી ને પણ આરોપી ની ચુંગાલમાંથી હેમખેમ છોડાવી હતી.
આ કામગીરી માં મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ ટિમ ઇન્ચાર્જ પીઆઇ એમ આર ગોઢાણીયા,એલસીબી પીએસઆઈ એન.બી.ડાભી પો હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ ચાવડા ,કોન્સ્ટેબલ નંદલાલ વરમોરા તથા પેરોલ ફર્લો સ્ક્વોડ ના જયેશભાઇ વાઘેલા અને કોન્સ્ટેબલ બ્રિજેસભાઈ કાસુન્દ્રા સહિત ના જોડાયા હતા .