Wednesday, May 8, 2024
HomeGujaratરાજસ્થાન તથા મધ્યપ્રદેશ રાજયમાંથી સગીરવયની બાળાના અપહરણના ગુનાના આરોપીઓ મોરબીથી ઝડપાયા

રાજસ્થાન તથા મધ્યપ્રદેશ રાજયમાંથી સગીરવયની બાળાના અપહરણના ગુનાના આરોપીઓ મોરબીથી ઝડપાયા

આજરોજ રાજસ્થાન રાજયના ઝાલાવાડ જિલ્લાના ભવાનીમંડી પોલીસ સ્ટેશનનાં અપહરણનાં ગુનાનો આરોપી તથા ભોગ બનનાર મોરબી તરફ આવેલ હોય જેથી આરોપી તથા ભોગબનનારની તપાસમાં ભવાનીમંડી પોલીસ સ્ટેશનની ટીમ મોરબી આવતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના પોલીસ હેડ કોન્સ. દશરથસિંહ ચાવડા તથા પો.કોન્સ. નંદલાલ વરમોરાનાઓ તેઓની સાથે મદદમાં રહી આરોપી સુરેશભાઈ પ્રકાશચંદ્ર મેઘવાલ (ઉ.વ.૨૧, રહે.સીરપોઇ થાના સુનેલ જી.ઝાલાવાડ) વાળાની તપાસ કરતા સરતાનપર રોડ, મોટો સીરામીક કારખાનાની બાજુમાં આવેલ મજુરની ઓરડી ખાતેથી ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનારને મળી આવતા બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ભવાનીમંડી પોલીસ સ્ટેશનની ટીમને સોંપી આપેલ છે.

- Advertisement -
- Advertisement -

તેમજ મધ્ય પ્રદેશ રાજયના અલીરાજપુર જિલ્લાના ચાંદપુર પોલીસ સ્ટેશનનાં અપહરણનાં ગુનાનો આરોપી તથા ભોગ બનનાર મોરબી તરફ આવેલ હોય જેથી આરોપી તથા ભોગ બનનારની તપાસમાં ચાંદપુર પોલીસ સ્ટેશનની ટીમ મોરબી આવતા તેઓની સાથે મદદમાં રહી આરોપી દિલીપ ખુમસીંહ લુહાર (ઉ.વ.૨૦, રહે.માફીદાર ફળીયુ અગલગોટા તા.જી.અલીરાજપુર) વાળાની તપાસ કરતા ખાનપર ગામે વાડી વિસ્તારમાંથી ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગબનનાર મળી આવતા બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ચાંદપુર પોલીસ સ્ટેશનની ટીમને સોંપી આપેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!