મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચના તથા ડીવાયએસપી રાધિકા ભારાઈનાં માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગત તા. 28 જાન્યુઆરીના રોજ નોંધાયેલ ફેટલ મુજબ ફરીયાદીના મિત્ર દિનેશ ફરીયાદી બાઈક નં. જીજે-૦૬-બીઆર-૬૦૫૨ લઇને મોરબીમાં માળીયા ફાટક પાસે ફરીયાદીના મિત્રો સિવાજી ઉર્ફે સીવો, તેજારામ તથા સુરેશ તથા મનાલાલને લેવા માટે ગયેલ હતા. ત્યારબાદ તેઓ પાંચેય જણાં રોડ ક્રોસ કરતા હોય ત્યારે કોઇ અજાણ્યા વાહનચાલકે પુર ઝડપે આવી આ પાંચેય જણાને હડફેટે લઇ અકસ્માત કરી ફરીયાદીના મિત્ર દિનેશભાઇ શંભુરામને પગે ફેક્ટર તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી. તેમજ ફરી.ના બીજા મિત્ર તેજારામ વક્તારામ ગામેતી, સીવાજી ઉર્ફે સીવો પ્રતાપભાઇ ગામેતી, સુરેશભાઇ પ્રતાપભાઇ ગામેતી તથા મનહરલાલ ઉમેદજી ગામેતીને ગંભીર ઇજાઓ પહોચાડી હતી. આથી, આ ચારેય ફરીયાદીના મિત્રોનું મોત નીપજ્યું હતું. તેમજ અજાણ્યા વાહનચાલક પોતાનું વાહન લઇ નાસી ગયો હતો.
પોલીસ તપાસમાં મોરબીથી વઘાસીયા ટોલ પ્લાજા સુધીના તમામ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા એક શંકાસ્પદ ટ્રક પસાર થતો હોવાનું માલુમ પડ્યું હતું. વઘાસીયા ટોલ નાકા પરથી શંકાસપદ ટ્રક નં. એમએચ-૪૦-એકે-૯૦૫૦ નંબર જાણવા મળતા ટ્રક નંબર પરથી પોલીસે ઇ-ગુજકોપ પોકેટકોપમા આપેલ એકલવ્ય વ્હિકલમાં નંબર સર્ચ કરતા ટ્રકના માલીક નાગપુર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પ્રથમ નાગપુર તપાસ કરતા ત્યાથી ટ્રક મુંબઇ વેંચેલ હોવાનો ખ્યાલ આવ્યો હતો. આથી, એક પોલીસ ટીમ બનાવી મુંબઇ ખાતે મોકલી સધન તપાસ કરતા ટ્રકચાલક આરોપી જાબાઝખાન ઉર્ફે રાજા જાવેદખાન (ઉ.વ.૨૪, ધંધો-ટ્રક ડ્રાઇવર રહે-બુધ્ધીપુર પઢાણ ટોલી, જમાનીયા કસ્બા, જામાનીયા, જી. ગાજીપુર, ઉત્તરપ્રદેશ)ને ટ્રક સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.