બનાવની મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એન્ટી હુમન ટ્રાફિકીંગ યુનિટ ટીમ સગીર વયના બાળકોના અપહરણના ગુન્હાના ભેદ ઉકેલવા કાર્યરત હોય દરમ્યાન મોરબી તાલુકાનાં લાલપર ગામ નજીક આવેલ ગ્લોરી સીરામીકમાંથી ત્રણ વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરનાર ઇસમ તમિલનાડુ હોવાની બાતમીને પગલે ટીમને તમિલનાડુ મોકલી હતી જ્યાંથી આરોપી માથુર કન્હાઈ સોરેન (ઉ.વ.૩૩, રહે. મેરડા દુર્ગાપુર પોસ્ટ બોયસિંગા તા.જી.મયુરભંજ (ઓરીસ્સા)) વાળાને શોધી કાઢવાની સફળતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટને મળતા આરોપીનો કોવિડ-૧૯ સંબંધિત જરૂરી મેડિકલ તપાસણી કરાવી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, દિલીપભાઈ ચૌધરી, દશરથસિંહ ચાવડા, નંદલાલ વરમોરા સહિતની ટીમ જોડાયેલ હતી