Wednesday, April 24, 2024
HomeGujaratહળવદ : દારૂના ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

હળવદ : દારૂના ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

હળવદ પોલીસ સ્ટેશનનાં ઈંગ્લીશ દારૂમાં ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઈવ રાખેલ હોય જે અંતર્ગત જીલ્લા એસપી એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન હળવદ પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂના ગુન્હામાં ૧૧ વર્ષથી નાસતો ફરતો આરોપી જયરાજસિંહ કરણસિંહ ગોહિલ (રહે.સાંચોર કૈલાશનગર તા. સાંચોર જી. ઝાલોર (રાજસ્થાન)) વાળો મોરબીમાં આવ્યો હોવાની બાતમીને પગલે એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે આરોપીને ઝડપી લઈને હળવદ પોલીસને સોંપેલ છે

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહિલ, જયેશભાઈ વાઘેલા, ચંદ્રકાંતભાઈ વામજા, રસિકભાઈ ચાવડા, ભરતભાઈ મિયાત્રા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા સહિતનાઓ જોડાયેલ હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!