વાંકાનેરના ગાયત્રી મંદિર પાસે આવેલ વૃદ્ધઆશ્રમ નજીકના ગરબી ચોકમાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં આરોપીની પત્ની સામે જોવા બાબતે ધીંગાણું થયા બાદ આરોપીએ કોળી યુવાનનું કાસળ કાઢી નાખ્યું હતું આ બનાવ બાદ ફરાર થયેલ આરોપીને ચોટીલા તાલુકાના તાજપરથી ગણતરીના દિવસોમાં જ પોલીસે ઝડપી પાડ્યો હતો.
વાંકાનેરમાં રહેતા કેશાભાઇ જીવાભાઇ ધંધુકીયા (ઉવ.૪૦)એ આરોપી કિશોરભાઇ મગનભાઇ કોળી (રહે વાંકાનેર મફતીયાપરા દાતાર ટેકરી)એ પત્ની સામે જોયાનો ખાર રાખી બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ મામલો મારામારી અને હત્યા સુધી પહોંચ્યો હતો. આરોપી કિશોરે કોળી યુવાન કેશાભાઈ જીવાભાઈ ધંધુકિયા નામના વ્યક્તિને છરીના આડેધડ ઘા ઝીંકી તેને લોહીલુહાણ હાલતમાં ખાનગી વાહન મારફતે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર પહેલા જ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ મામલે ભાવનાબેન મયુરભાઇ પરબતાણીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ શરૂ કરી હતી. જ્યારે આ ખુન કેસનો આરોપી કિશોરભાઈ મંગાભાઈ કોળીને ચોટીલા તાલુકાના તાજપર ગામે હોવાની બાતમી આધારે નાની મોલડી પોલીસે અલગ અલગ ટીમ બનાવી તાજપર ગામેથી સી.એન.જી ઓટો રિક્ષા નં.GJ36-U-4796 સાથે આરોપી કિશોર કોળીને ઝડપી લીધો હતો.