હેરિટેજ મણી મંદિર પાસે ગેરકાયદેસર રીતે દરગાહ બનાવવા બદલ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી જે ગુનાના આરોપીની ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી.
મોરબી હેરિટેજ મણી મંદિરની બાજું માં કોઈ પરમિશન કે મજૂરી વિના દરગાહ નું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું જેમાં એક બે નહીં પણ અનેક નોટિસ આપી આં ગેરકાયદેસર દરગાહ માન સન્માન સાથે જાતે દૂર કરવા સૂચના આપી હતી આમ છતાં તમામ નોટિસને નજર અંદાજ કરવામાં આવી હતી જેમાં ગત તા ૨૫નાં રોજ આ બાબતની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસમથકમાં કરવામાં આવતા પીઆઈ એમ પી પંડ્યા સહિતની ટીમે કલેકટર નાં અભિપ્રાય બાદ લેન્ડ ગેબિંગ નો ગુનો નોંધ્યો હતો જેમાં દરગાહના મુંઝાવર હાશમશા ઝાકીરશા ફકીર નાસતો ફરતો હોય જેને ગઇકાલે મોરબી પોલીસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ દ્વારા બે દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા પરંતુ કોર્ટ દ્વારા આરોપીના એક દિવસ ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.