પાંચ વર્ષથી અને દુષ્કર્મના ગુનામાં નાસતા ફરતા શખ્સને દબોચી લેવામાં મોરબી પેરોલ ફર્લો ની ટીમને મળી સફળતા.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ના અપહરણ અને દુષ્કર્મ ના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા શખ્સને પકડી પાડવામાં પેરોલ ફર્લો ની ટીમને સફળતા મળી છે.
મોરબી એલસીબી ટીમના પી.આઈ એમ.આર ગોધાણીયા ની સૂચનાથી પી.એસ.આઈ. એન બી ડાભી અને પેરોલ ફર્લો ની ટીમ દ્વારા નાસતા ફરતા શખ્સોની શોધખોળ શરૂ કરી હતી તે દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણ અને દુષ્કર્મ ના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો સત્યદેવ ઉર્ફે સહદેવ શ્યામસુંદર કુંભાર નામનો શખ્સ રાતાવિરડા ગામે આવેલ સિરામિક ના કારખાનામાં કામ કરતો હોવાની હકીકત મળતા પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડી દુષ્કર્મના આરોપીને દબોચી લઇ વધુ તપાસ હાથ ધરી છે.









