મોરબી એસપી સુબોધ ઓડેદરા અને એ ડિવિઝન ડી સ્ટાફ એસઓજી ટીમે આરોપીઓનું પગેરું મેળવી આરોપીઓના લોકેશન અને કારની માહિતી મેળવી સીસીટીવી ના આધારે આજુબાજુના જીલ્લાઓમાં નાકાબંધી કરતા આરોપીઓ રાજકોટ પ્ર. નગર વિસ્તારમાંથી પકડાયા : પોલીસ સાંજે પત્રકાર પરિષદ યોજી સમગ્ર ઘટના ની માહિતી આપશે.
મોરબી પોલીસની સતર્કતાને કારણે વધુ એક ચિલ ઝડપના આરોપીઓને મુદામાલ સાથે રાજકોટ શહેરમાંથી પકડી પાડવામાં આવ્યા છે જેમાં ઘટના ની સમગ્ર વિગતો જોવા જઈએ તો મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આજે સવારે 11 વાગ્યાના સુમારે ચિલ ઝડપનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો જેમાં ‘તમારા રૂપિયા નીચે પડેલ છે’ તેમ કહી ગઠિયો વેપારીનું ધ્યાન ચૂકવી રૂપિયા 15 લાખ ઉપરાંતની રકમ ભરેલ થેલો લઇ નાશી છૂટ્યો હતો આ અંગે પોલીસને જાણ કરતા મોરબીમાં ચિલ ઝડપના બન્ને આરોપીઓને પકડવા મોરબી એસપી સુબોધ ઓડેદરા એ ડિવિઝન ડી સ્ટાફ અને એસઓજી ટીમ કામે લાગી હતી જેમાં સીસીટીવી માં તમામ આરોપીઓ કેદ થઈ જતા પગેરું રાજકોટ તરફ મળ્યું હતું બાદમાં મોરબી પોલીસે રાજકોટ શહેર પ્ર નગર પોલીસને જાણ કરતા પોલીસે ચાર પૈકી ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા
મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક ટાઇલ્સ ટ્રેડિંગ સાથે સંકળાયેલ રાકેશભાઈ ચંદુભાઈ સંઘાણી (રહે.ચિત્રકૂટ, શેરી નં.5 મોરબી) નામના 32 વર્ષીય વેપારી યુવાન પોતાની વેન્યુ કાર લઈ રજી નં. જીજે-36-આર-9134 મા વેપારના 15 લાખ ઉપરાંતની રકમ નો થેલો રાખેલ હતો આ દરમિયાન એક અજાણ્યાં તરૂણે આવી કહું કે તમારા રૂપિયા નીચે પડેલ છે જેને લઈને વેપારીનું ધ્યાન ભટકી જતા ગઠિયો ગાડીની પાછળની સીટમાં રાખેલ રૃપિયાનો થેલો લઈ પોબારું ભણી ગયો હતો.જેને લઈને મોરબી શહેર એ ડિવિઝન તથા ડી સ્ટાફ અને એસઓજી ટીમ દ્વારા સીસીટીવી અને કારની માહિતી રેન્જના જિલ્લાઓ માં જાણ કરાતા આરોપીઓ રાજકોટ તરફ રૂખ કરતા જાણવા મળતા મોરબી પોલીસે રાજકોટ પ્રદ્યુમન નગર પોલીસને આરોપી અંગે માહિતી હતી. ઉપરાંત આરોપીને દબોચી લેવા મોરબી એસપી સુબોધ ઓડેદરા એ રેન્જના જિલ્લાઓમા નાકાબંધી કરાવી હતી.
વધુમાં મોરબી પોલીસે આપેલી માહિતીના આધારે ઈકો કારના લોકેશન અને આરોપીઓના મોબાઈલ લોકેશન આધારે તપાસનો ધમધમટ શરૂ કરી રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસે આરોપી સુબ્રમણ્યમ સુધયા નાયડુ (ઉંવ ૫૦) અને ગણેશ સુબ્રમણ્યમ નાયડુ (ઉ.વ.૧૮),શીંગા અંગણસ્વામી નાયડુ ને પકડી પાડ્યા હતા જ્યારે જય વિનોદ નાયડુનની સંડોવણી ખુલવા પામતા આરોપીની તપાસ હાથ ધરી છે ત્યારે મુદમાલ સાથે આરોપીઓ પકડાઈ જતાં મોરબી પોલીસ પત્રકાર પરિષદ કરી સમગ્ર ઘટનાની માહિતી આપશે.