Friday, April 19, 2024
HomeGujaratમોરબીની સગીરા પર દુષ્કર્મ અને હત્યા પ્રકરણના આરોપીને આજીવન કારાવાસની સજા...

મોરબીની સગીરા પર દુષ્કર્મ અને હત્યા પ્રકરણના આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારાઈ

મોરબી શહેરની સગીરા પર ગત 2014ની સાલમાં ખાનગી બસના ક્લીનરે કુકર્મ ગુજારી સગીરાને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી આ પ્રકરણ માં  મોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસની આકરી સજા ફટકારી છે જ્યારે મૃતકના પરિવારને ૧૦ લાખનું વળતર ચુકવવા હુકમ કરાયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી ખાતે ખાનગી ટ્રાવેલ્સમાં ક્લીનર બાબુદાસ માથુરદાસ દેવમુરારી (રહે રાજસ્થાન)એ ૨૯-૦૪-૨૦૧૪ ના રોજ કંડલા બાયપાસ નજીક પાણી ભરવા ગયેલી સગીરાને ફોસલાવી બાવળની ઝાડીમાં લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું. હેવાન આરોપીએ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ પથ્થરના ઘા ઝીંકી સગીરાની બેરહેમીથી હત્યા નિપજાવી હતી જેતે સમયે આ પ્રકરણમાં પોલીસે ફરિયાદ નોંધી દુષ્કર્મ અને હત્યા પ્રકરણમાં સંડોવાયેલ હેવાનને ઝડપી લીધો હતો. ત્યારબાદ જે કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં સરકારી વકીલ સંજયભાઈ દવે અને ફરિયાદી પક્ષના વકીલ દિલીપભાઈ અગેચણીયાની દલીલો તેમજ ૪૪ લેખિત અને ૨૫ મૌખિક પુરાવાને રજુ કરવામાં આવ્યા હતા. જેને ધ્યાને લઇ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજ એમ. કે. ઉપાધ્યાય દ્વારા આરોપીને કસુરવાર ઠેરવી જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા તેમજ દુષ્કર્મ, અપહરણ અને જીપી એક્ટની કલમ હેઠળ કુલ ૩૨,૫૦૦ રૂપિયાનો દંડ કર્યો છે બીજી તરફ ભોગ બનનારના માતાપિતાને ૧૦ લાખ રૂપિયાનું વળતર ચુકવવા પણ કોર્ટે હુકમ ફરમાવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!