મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગત તા. ૦૬/૦૫/૨૦૨૨ રોજ ફરીયાદી મેઘનાબેન હિતેશભાઈ કીશનભાઈ ભટ્ટ રહે.ભાટીયા સોસાયટી ચંદ્રપુર તા.વાંકાનેર જી.મોરબી વાળાએ ફરીયાદ નોંધાવી હતી કે જાવીદ કુરેશી નામના શખ્સ દ્વારા ફોન પર ગાળો આપી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીશ તો એસીડ એટેક કરીને ચહેરો બગડી નાખવાની તથા સગા સંબંધીઓને પણ ફોન કરીને ધમકી આપે છે જેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને આ બનાવની ગંભીરતા ને ધ્યાનમાં લઈને તાત્કાલીક ના ધોરણે આરોપીની વિગતો મેળવી મેળવી ટેક્નીકલ સાધનો ની મદદ લઈને તપાસ કરતા આરોપી ભાગીને વડોદરા માં છુપાયો હોવાનું બહાર આવ્યું હતું .
જેથી મોરબી એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ અને એએસપી અતુલ બંસલ ની સૂચના હેઠળ સ્પેશિયલ ટિમ બનાવી વડોદરા મોકલીને આરોપી જાવેદ ઉર્ફે જાવીદ ભીખુભાઈ હબીબભાઈ કુરેશી (ઉ.વ-૩૩ ધંધો-પ્રા.નોકરી રહે-ગામ-નવાગઢ જુમ્મા મસ્જિદ રોડ તા.જેતપુર જી રાજકોટ)વાળાને વડોદરા ના અલ્કાપુરી મેઈન રોડ પરથી ઝડપી પાડી વાંકાનેર પોલીસ સ્ટેશન લાવી કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે બાદ આરોપીની પ્રાથમિક પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી અગાઉ પણ આ પ્રકારના ગુનાઓ તેમજ દારૂ,ચોરી જેવા ગુનામાં અલગ અલગ પોલીસ સ્ટેશનના ચોપડે ચડી ચુક્યો છે જેમાં જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના, ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામા,સુરેન્દ્રનગર રેલ્વે પોલીસ સ્ટેશનમાં એક ગુનામા, વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનામા પકડાઈ ચુક્યો છે.
જેથી આરોપીને આગળની કાર્યવાહી હાથ ધરી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો જેમાં નામદાર કોર્ટ દ્વારા આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત કામગીરી માં પીઆઇ બી.પી. સોનારા તથા પીઆઇ એન.એ વસાવા., હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર ,મુકેશભાઈ હકુભાઈ વાસાણી, કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા, જનકભાઈ વલ્લભભાઈ ચાવડા, પી. ડી. ઝાલા સહિતના જોડાયા હતા.