Saturday, April 20, 2024
HomeGujaratવાંકાનેરના મેસરીયામાં કામધંધો કરવાનું કહેતા ભાઈએ સગાભાઈને ઢીબી નાખ્યો

વાંકાનેરના મેસરીયામાં કામધંધો કરવાનું કહેતા ભાઈએ સગાભાઈને ઢીબી નાખ્યો

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા બે બંધુઓ વચ્ચે ડખ્ખો થતા સગાભાઈએ ભાઈને ગાળો ભાંડી માર માર્યો હોવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે વાંકાનેર પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મેસરીયા ગામમાં રહેતા સુભાષભાઇ ભગવાનભાઇ સાકરીયાનો સગોભાઈ રોહીત ભગવાનભાઇ સાકરીયા કામ ધંધો કરતો ન હતો અને આખો દિવસ આંટાટોલા મારતો હતો. આથી તેના ભાઈએ કામ કરવા બાબતે શિખામણ આપતા તેને પસંદ પડ્યું ન હતું. ત્યારબાદ બને બંધુઓ વચ્ચે મનદુઃખ ચાલતું હતું. જેને પગલે આ વાતનો ખાર રાખી આરોપી રોહીતે પોતાના ભાઈ સુભાષને ગાળો બોલી ઢીકા પાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં ધોકાનો એક ઘા છાતીમાં મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ભાઈની ફરિયાદ લઇને ભાઈ સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!