મોરબીમાં ચકચારી લેબર કોન્ટ્રાક્ટરના અપહરણ કેસમાં એક મહિલા સહીત ત્રણ આરોપીઓની અટક કરી જેલ હવાલે કરેલ હતા. જેમાંના એક આરોપી દ્વારા અત્રેની સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સેસન્સ કોર્ટ દ્વારા આરોપીને જામીન મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ ચકચારી અપહરણ કેસની મળતી માહિતી અનુસાર આ કેસમાં જેનું અપહરણ થયું હતું તે ફરીયાદી લેબર કોન્ટ્રાકટરના કોન્ટ્રાક્ટમાં લેબર તરીકે કારખાનામાં કામ કરતી સાહેદને આરોપી માયાએ કારખાનેથી કપડાની ખરીદી કરવાના બહાને લઈ જતા કોન્ટ્રાક્ટર દ્વારા સાહેદની નવયુગ શો રૂમમાં તપાસ કરવા જતા ત્યાં નહી મળતા કોન્ટ્રાક્ટરે સાહેદને ફોન કરેલ અને કહેલ કે કયાં છો તમે ? તો સાહેદે કહેલ કે અમે મહેશ્વરી કોલ્ડ્રીકસમાં છીએ હમણા ત્યાં આવીએ છીએ. ત્યારબાદ કોન્ટ્રાક્ટર સાહેદ અને મહિલા આરોપી માયાને લઈ નવયુગ સીલેકશનમાં ખરીદી કરવા ગયેલ ત્યાં મહિલા આરોપી માયાએ સલીમ તથા રફીકને બોલોવી કોન્ટ્રાક્ટરનું અપહરણ કરેલ હતું.
આ ચકચારી અપહરણ કેસમાં આરોપી રફીક ગફુર મોવર દ્વારા મોરબીના ધારાશાસ્ત્રી જે.આર.જાડેજા(જીતુભા) મારફત મોરબી સેસન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી. આ જામીન અરજીની સુનાવણીમાં વકીલ જે.આર.જાડેજા(જીતુભા)ની દલીલો ધ્યાને લઈને આરોપી રફીકને સેસન્સ કોર્ટ દ્વારા જામીન પર મુકત કરવાનો આદેશ કરેલ હતો.