હળવદ તાલુકાના લીલાપર (ચંદ્રગઢ) ગામે ગૌવંશ પર રાત્રીના સમયે અજાણ્યા ઇસમોએ એસીડ છાટી હુમલો કરવામા આવ્યો છે બનાવ લઇને લોકોમા રોષ ફેલાયો છે
હળવદ તાલુકામા ગૌવંશ પર હુમલાના બનાવો વધી રહ્યા છે ત્યારે લીલાપર ગામે કોઇ અજાણ્યા ઇસમો દ્ધારા ગૌવંશ પર એસીડ છાટી હુમલો કર્યો છે ગૌવંશનો પાછળનો ભાગ એસીડથી તતળી ઉઠ્યો છે રાત્રીના સમયે અંધારાનો લાભ લઇ કોઇ હરામખોરોએ આ પ્રકારનો હુમલો કરતા પશુપ્રેમીમા ભારો ભાર રોષ ભભુક્યો થે હુમલો કરનારને શોધી કડક કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે
અગાઉ હળવદના સુખપર, કવાડીયા, માથક, રાણેકપર, નવા વેગડવાવ સહિતના ગામોમા ગૌવંશ પર એસીડથી હુમલાના બનાવો બન્યા છે ત્યારે વધુ એક ગામમા હુમલાનો બનાવ બન્યો છે અબોલ પશુ જ્યારે પેટ ભરવા વાડી વિસ્તારમાં જાય છે ત્યારે કોઈ અજાણ્યા શખ્શો એસીડ છાટી લેતા હોવાની ગામ લોકોમાથી માહિતી મળી છે ગામના યુવાનો વોચ ગોઢવી હુમલા ખોરોને રંગેહાથ પકડવા પ્રયત્નો હાથ ધરવામા આવે છે પરંતુ હુમલાખોરો પકડમા નથી આવતા ત્યારે જીવદયા પ્રેમીઓ હળવદ પોલીસની મદદ માંગી રહ્યા છે