મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી શરૂ થયેલ કોરોના ચોથો રાઉન્ડ હવે ઘાતક બની ગયો છે. કારણ કે મોરબી જિલ્લામાં 170 દિવસ બાદ કોરોનાએ હળવદની સગીરાનો ભોગ લીધો હોવાનું બહાર આવતા ફફડાટ મચી જવા પામેલ છે.
મોરબી જિલ્લામાં આજે છ જ કેસ નોંધાયા હતા.જેમાં મોરબીના પાંચ અને ટંકારાનો એક કેસ હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી કેસનો વધારો થયો ત્યારે આજે કેસ થોડા ધટ્યા હોય પણ કોરોના આજે ઘાતક બન્યો છે. જેમાં કોરોનાને કારણે હળવદની કિશોરીનું મોત થયેલ છે.આ હળવદ શહેરની તરુણીને કોરોના થયા બાદ મોરબી સિવિલમાં સારવાર હેઠળ હતી.કોરોનાથી મૃત્યુ પામેલ હળવદ શહેરની 17 વર્ષની સગીરાએ કોરોના રસીના એકપણ ડોઝ લીધેલ ન હતા.તેમજ તેને અગાઉ લાંબા સમયથી કિડનીની જૂની બીમારી હતી આજ ની સ્થિતિમાં મોરબી જિલ્લામાં કોરોના ના કુલ ૮૫ એક્ટિવ કેસ નોંધાયેલા છે.