ધારાસભ્ય કગથરા પીપીઈ કીટ પહેરીને પહોચ્યાં
મોરબી માર્કેટિંગ યાર્ડની ૧૬ બેઠકો માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં મતદાન કરવા માટે થઈને મતદારો મોટી સંખ્યામાં મતદારો ઉમટી પડ્યા છે. અત્યારે હાલમાં ૧૬ બેઠકો માટે થઈને જે મતદારો મતદાન કરી રહ્યા છે તે મતગણતરી આવતીકાલે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવશે હાલમાં આ ચૂંટણીની અંદર ભાજપ પ્રેરિત સહકાર પેનલ અને કોંગ્રેસ પ્રેરિત પરિવર્તન પેનલના ઉમેદવારો એકબીજાની અામને સામને છે
મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડાયરેક્ટ માટે ચુંટણી છે અને ૧૬ બેઠકો માટે પહેલા ૪૬ જેટલા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જેમાંથી ૧૪ ફોર્મ પરત ખેચી લેવામાં આવ્યા હતા જેથી કરીને કુલ ૩૨ ઉમેદવારો મેદાનમાં છે આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચૂંટણીનું બેલેટ પેપરથી મતદાન ચાલુ છે .ત્યારે ભાજપની પેનલને વિજયી બનાવવા માટે સાંસદ મોહનભાઇ કુંડારિયા સહિતના ભાજપના આગેવાનો મહેનત કરી રહ્યા છે
તો કોંગ્રેસની પેનલને વિજપી બનાવવા માટે ધારાસભ્ય અને કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ લલિતભાઈ કગથરા સહિતના આગેવાનો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે .જો કે, ધારાસભ્ય અને કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ લલિતભાઈ કગથરાને કોરોના પોઝિટિવ હોવાથી તે મેદાન છોડીને ભાગી ગયેલ છે તેવો પ્રચાર ભાજપે શરૂ કર્યો હોવાથી કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ લલિતભાઈ કગથરા આજે પીપીઈ કીટ પહેરીને મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે મતદારો અને કોંગ્રેસનાં આગેવાનોનો ઉત્સાહ વધારવા માટે હાજર રહ્યા હતા.