ભાજપ કોંગ્રેસના આગેવાનો અને સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો : જો પોલીસ ઘટના સ્થળે સમય સર ન પહોંચી હોત તો કદાચ મામલો ગંભીર રૂપ ધારણ કરી લેત તેમાં કોઈ શંકાને સ્થાન નથી : મોડી સાંજે ફરી કોંગ્રેસ આગેવાન તેના ભાઈ પર હુમલો થતા સારવારમાં ખસેડવામાં આવ્યા.
મોરબીમાં પાલિકા વોર્ડ ન.1 ના ભાજપ ઉમેદવાર દેવા અવાડિયા કનું ઉર્ફે કર્નલ લાડવા વચ્ચે થઈ પ્રચાર મામલે બોલાચાલી બાદ છુટા હાથની મારામારી થઈ હતી જેમાં પોલીસે ઘટના સ્થળે મધ્યસ્થી કરાવી શાંત પાળ્યો હતો બાદમાં બન્ને આગેવાનોને મામલો બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જો કેબન્ને આગેવાનો એક જ સમાજના હોય સમાજના આગેવાનો અને મોટા ગજાના રાજકારણીઓ દવાતા મધ્યસ્થી કરી મામલો થાળે પાડવા મથામણ કરવામાં આવી રહી હતી જેમાં બન્ને પક્ષ તરફથી મધ્યસ્થી બાદ સમાધાન થતા અંતે ઘી ના ઠામ માં ઘી પડ્યું હતું ત્યારે કોઈએ પોલીસ ફરિયાદ ન નોંધાવતા અને બી ડિવિઝન પોલીસે બન્નેના નિવેદન લઈ અને બન્ને આગેવનોને જવા માટે મંજૂરી આપી હતી જો કે આ મામલે મોડી સાંજે ફરી વોર્ડ ન.1 ના પ્રમુખ કનુભાઈ લાડવા અને તેના ભાઈ હરિભાઈ પર અજાણ્યા ઈસમોએ પાઇપ ધોકા વડે હુમલો કરવામાં આવતાં મામલો બીચકયો હતો અને બાદમાં અજાણ્યા ઈસમોએ હરિભાઈ અને કનુભાઈને માર માર્ટા માથાના અને હાથના ભાગે ઈજાઓ થઈ હતી જેમાં પ્રથમ મોરબી સિવિલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ત્યારે બીજી બાજુ બનાવને લઈને મોરબી કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરા,કે ડી પડસુમબીયા મનોજ પનારા સહિતના કોંગી અગ્રણીઓ પણ આવી પહોંચ્યા હતા તો બીજી બાજુ મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ,એ ડિવિઝન પોલીસનો કાફલો પણ સ્થિતી વણસે નહિ એ અનુસંધાને હોસ્પિટલ ખાતે અને ઘટના સ્થળે જઈ અવલોકન કર્યું હતું હાલ આ મામલે સારવાર બાદ ગુનો નોંધવામાં આવશે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
ત્યારે કોંગ્રેસ મહામંત્રી મનોજ પનારાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ગુંદગરડી કરીને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ન ફરે તે માટે તંત્ર સાથે મળી તમામ પ્રયાસો કરવામાં આવશે અને બપોરે પોલીસની હાજરીમાં સમાધાન થયું હોવા છતાં પણ સાંજે હીંચકરો હુમલો થતા નિંદનીય ગણાવી ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા જેમાં ઘટનાના વિરોધમાં આવતીકાલે કોંગ્રેસ સરદાર પટેલના સ્ટેચ્યું થી નહેરુગેટ સુધી કરશે મૌન રેલી યોજશે અનેબાદમાં કલેકટરને આવેદન પત્ર પાઠવી ભાજપની નીતિનો આવતીકાલે વિરોધ કરવામાં આવશે હાલ આ મામલે મોરબીનું રાજકારણ ગરમાયુ છે.