મોરબી જિલ્લાના ખરેડાના સાનિધ્ય પાર્કમાં રહેતા વેપારીએ બજારમાંથી તેમજ સગા સંબંધી પાસેથી નાણાં ઉઘરાવીને એમ.બી. સીરામીક એલ.એલ.પી. ચલાવવા માટે વર્ષ 2020 થી 2021 સુધીમાં એક કરોડ પંચાણું લાખ રૂપિયા એમ.બી. સીરામીક એલ.એલ.પી ફેકટરીમાં આપેલ અને ફેક્ટરીમાં નુકશાન જતાં બે તબ્બકામાં એક કરોડ પંદર લાખ આપવાના ભાગીદારોએ કહ્યાં હતાં. જેમાં પંચાસ લાખ આપી પાસઠ લાખ નહિ આપતા ત્રણેય ભાગીદારો સામે ગુન્હો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર મોરબી જિલ્લાના ખરેડાના સાનિધ્ય પાર્કમાં આવેલ અવધ બી એપાર્ટમેન્ટમાં રહેતા અને વેપાર કરતા મનીષ ઉર્ફે ચિરાગભાઈ પટેલે મુકેશ બચુભાઇ લીખીયા તથા ગૌરાંગભાઇ મગનભાઇ દેત્રોજાને એમ.બી. સીરામીક એલ.એલ.પી.મા ભાગીદાર હોય અને ફરીયાદીએ બજારમાંથી તેમજ સગા સંબંધી પાસેથી ઉઘરાવીને એમ.બી. સીરામીક એલ.એલ.પી. ચલાવવા માટે વર્ષ 2020 થી 2021 સુધીમાં એક કરોડ પંચાણું લાખ રૂપિયા ફેકટરીમાં મુકેશ બચુભાઇ લીખીયા આપેલ હતા. અને એમ.બી. સીરામીક એલ.એલ.પી નુકશાનીમા જતા આ કામના ફરીયાદીને એમ.બી.એલ.એલ.પી.ની પાર્ટનરશીપ રીટાયર્ટ મેંટ એગ્રીમેન્ટ (ડીડ)મા સહી કરવા બદલ આરોપી મુકેશ બચુભાઇ લીખીયા, ગૌરાંગભાઇ મગનભાઇ દેત્રોજા અને રાકેશ ચુનીલાલ પટેલે રૂપીયા એક કરોડ પંદર લાખ બે ભાગમા આપવાની બાહેધરી આપી ફરીયાદીની એમ.બી.એલ.એલ.પી.ની પાર્ટનરશીપ રીટાયર્ટ મેંટ એગ્રીમેન્ટ (ડીડ) મા સહી લઇ ગઇ તા. 30/06/2022 ના રોજ 50,00,000 આપી બાકીના 65,00,000 આજદિન સુધી નહિ આપતા ફરિયાદી સાથે વિશ્વાસ ઘાત કરતા તેમના વિરૂદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.