મોરબી : અમદાવાદ શહેર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજે માદક દ્રવ્ય નશાની લતમાં યુવાઘનને બરબાદ કરવાના કૌભાંડને ઝડપી લીધું હતો. જેમાં મોટાપાયે ડ્રગ્સ સાથે મહિલા ઝડપતા હજુ પણ પડદા પાછળ રહેલા નશના કાળા કારોબારમાં કેટલાક મોટા માથા બેનકાબ થાય તેવી શકયતા છે. હાલ પોલીસે આ ડ્રગ્સ જથ્થો ૧૫.૫૭૭ ગ્રામ કિ.રૂ..૧,૫૫,૭૦૦ તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ કી.રૂ.૭,૫૬,૩૫૦ ના મુદ્દામાલ સાથે એક મહિલાને ઝડપી લીધી હતી.
પોલીસ કમિશનર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર તથા નાયબ પોલીસ કમિશનર, એસઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેરએ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સુચનાઓ કરેલ હતી. જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેરના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર એસ.એ.ગોહીલ અને સ્કોડના પીએસઆઇ પી.આર.બાંગા તથા સ્કોડના માણસો સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
જે દરમ્યાન બાતમીને આધારે આરોપી હરપ્રિતકૌર હરપાલસિંગ સહોતા (ઉ.વ.૩૩ રહે, ઇ/૩૦૪, સાનિધ્ય રોયલ, સત્ય સ્કવેરની સામે, ગામ:ત્રાગડ, ચાંદખેડા, અમદાવાદ શહેર મુળ વતન બીયાસ, અમૃતસર, પંજાબ)વાળી મારુતી સુઝુકી બલેનો કાર નંબર GJ-01-A-0366 સાથે અમદાવાદ શહેર, એસ.જી.હાઇવે, લોટસ ટેમ્પલની સામે જાહેર રોડ ઉપરથી ઝડપી પાડી તેઓના કબ્જામાંથી ગેરકાયદેસરનો નશીલો પદાર્થ મેફેડ્રોનનો કુલ્લે જથ્થો ૧૫.૫૭૦ ગ્રામ કિ.રૂ.૧,૫૫,૭૦૦ નો તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૭,૫૬,૩૫૦ ના મુદ્દામાલ સાથે કબ્જે કરી મહિલા આરોપી વિરૂધ્ધમાં પીએસઆઈ પી.આર.બાંગાએ ફરીયાદ આપતા ડીસીબી પો.સ્ટે.માં એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી), ૨૧(સી), ૨૯ મુજબનો ગુનો તા.૨૧/૦૭/૨૦૨૨ના રોજ દાખલ કરેલ છે.આ મહિલા આરોપી આ મેફેડ્રોનનો જથ્થો પુરુષ મિત્ર શાદ રાજપુત (રહે, રખિયાલ, બાપુનગર)પાસેથી લાવેલાની હકિકત જણાવેલ હતું.જેની આગળની તપાસ પીએસઆઈ એસ.યુ.ઠાકોરએ હાથ ધરેલ છે.