Monday, May 6, 2024
HomeGujaratરાજકોટમાં દારૂના ગુનામાં ફરાર આરોપીને ઝડપી લેતી મોરબી પોલીસ

રાજકોટમાં દારૂના ગુનામાં ફરાર આરોપીને ઝડપી લેતી મોરબી પોલીસ

મોરબી :મોરબી પેરોલ ફર્લો સ્કવોડ, એલ.સી.બી.સ્ટાફે આજે બાતમીના આધારે રાજકોટ શહેરના ડી.સી.બી. પો.સ્ટે. પ્રોહીબીશનના ગુનામાં સાડા ત્રણેક મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે એલસીબી પીઆઈ એમ.આર.ગોઢાણીયા ને સુચના આપતા એલસીબી પીએસઆઇ એન.બી.ડાભી તથા એલસીબી પીએસઆઇ એન.એચ.ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને બાતમી મળેલ કે, રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના કામે નાસતો ફરતો આરોપી આમીન કાસમભાઇ રાઉમા( રહે. મોરબી પંચાસર રોડ, સલીમી મસ્જીદ પાસે) વાળો હાલે મોરબી પંચાસર રોડ, ઉપર રીમઝીમ પ્રોવિજન સ્ટોરનામની દુકાન પાસે ઉભેલ હોવાની બાતમી ને આધારે બાતમી મુજબના સ્થળે તપાસ કરતા આરોપી આમીનભાઇ કાસમભાઇ રાઉમા (ઉ.વ. ૨૫ રહે. હાલ મોરબી પંચાસર રોડ સલીમી મસ્જીદની બાજુમાં તા.જી.મોરબી મુળ ગામ જુના કટારીયા તા.ભચાઉ જી.કચ્છ) વાળો મળી આવેલ હતો જેથી તેને ઝડપી લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!