પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અન્વયે તા.૨૫ મી ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર દરમિયાન સમગ્ર રાજ્યમાં યોજાનાર સુશાસન સપ્તાહનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. સુશાસન સપ્તાહના ઉદ્ઘાટન સમારોહમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મોરબી જિલ્લા કલેકટર જે.બી પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
સુશાસન સપ્તાહ નિમિતે મોરબી ટાઉનહોલ ખાતે જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં કોવીડ-૧૯માં મૃત્યું પામેલ વારસદારોને સહાયના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે રાજય કક્ષાનો યોજાયેલ કાર્યક્રમનું તમામ ઉચ્ચ અધિકારીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે જન સંપર્ક કેન્દ્રનું લોકાર્પણ, ગુડ ગર્વનન્સ અંગેની ફિલ્મ, પુસ્તક વિમોચન તેમજ એપ્લીકેશનનું લોચીંગ કરવામાં આવ્યું હતું. મોરબી ટાઉનહોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મામલતદાર ડી.જે.જાડેજા દ્વારા શાબ્દીક સ્વાગત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય તેમજ પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ચીફ ઓફીસર ગીરીશ સરૈયાએ આભાર વિધી કરી હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, નગરપાલીકાના પ્રમુખ કુસુમબેન પરમાર, નગરપાલીકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મિતાબેન જોષી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, જિલ્લા રોજગર અધિકારી બી.ડી. જોબનપુત્રા, ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણ, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ. સોલંકી સહિતના અધિકારીઓ લાભાર્થીઓ તેમજ સ્થાનિક પદાધિકારીઓ સ્થાનિક રહિશો હાજર રહ્યા હતા.