કેમ્પમાં 150 ટેસ્ટિંગ પૈકી 22 પોઝીટીવ કેસ આવ્યા
દેશ કાજે શહીદી વ્હોરનાર વીર જવાનોના પરિવારને આર્થિક મદદ પહોંચાડવાની હોય કે કુદરતી આફત હોય કે કોરોના કહેર હોય વાઘપર ગામના પનોતા પુત્ર સેવાના ભેખધારી અને જિલ્લા પંચાયતના નવ યુવાન સભ્ય અજય લોરીયા અને કોરોના વોરિયર્સ ટીમ દ્વારા કોરોના મહામારીને નાથવા માટે પોતાના માદરે વતન વાઘપરમાં મુશ્કેલ પરિસ્થિતિમાં સહભાગી બની અને વિનામૂલ્યે કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનુ આયોજન વાઘપર ગામના હનુમાનજી મંદિર પ્લોટ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું જેમાં કુલ 150 જેટલા વ્યક્તિઓનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું જે પૈકી 22 બાવીસ વ્યક્તિ પોઝીટીવ આવેલ તેમજ ગામના દરેક વ્યક્તિને માસ્ક અને દરેક ઘરોમાં સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવેલ હતું, માનવતાના આ મહાયજ્ઞમાં વાઘપર ગામના યુવાનો સતત અજય લોરીયાની સાથે રહી ખભેખભો મોલાવી દરેક કાર્યમાં શ્રમદાન આપે છે તન,મન અને ધનથી સહયોગ,સાથ અને સહકાર પૂરો પાડે છે