Friday, April 26, 2024
HomeGujaratમોરબી સિવિલ હોસ્પિટલમાં સેવા આપવા માટે અજય લોરિયા અને તેની ટીમ કાર્યરત

મોરબી સિવિલ હોસ્પિટલમાં સેવા આપવા માટે અજય લોરિયા અને તેની ટીમ કાર્યરત

સેવા કાર્યમાં હમેશા તત્પર રહેતા અજયભાઇ લોરીયાએ રેમડેસીવીરની અછત દરમ્યાન પોતાના ખર્ચે રેમડેસીવીર ઇન્જેક્શન મંગાવીને દર્દીઓ સુધી પહોંચાડ્યા છે. હાલ ખાનગી હોસ્પિટલના સ્ટાફ પાસે રેમડેસીવીર ઇન્જેક્શન કલેકટ કરવાનો સમય ન હોય તેઓ પોતાની ટીમ રાખીને ઇન્જેક્શન કલેક્ટ કરી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું સેવા કાર્ય કરી રહ્યા છે. ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની અછતને પગલે રાત્રીના સમયે ઓક્સિજનનો બાટલો બદલાવવાવાળું કોઈ ન હોય જેથી દર્દીઓને અનેક મુશ્કેલીઓ પડતી હોય ત્યારે અજયભાઇ લોરીયાએ આગળ આવી પગારધોરણ ઉપર યુવાનોની ટીમ રાખીને ઓકિસજનના બાટલા બદલાવવા સહિતની કામગીરી કરાવવાની જાહેરાત કરી છે.જેને પગલે કેટલાક યુવાનોએ તેમનો સંપર્ક કર્યો હતો અને તેઓએ પગાર ઉપર નહિ પણ સેવા કાજે તેઓની સાથે જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બાદમાં આ યુવાનો અજયભાઇ લોરીયાની સાથે સિવિલ હોસ્પિટલમાં તૈનાત થઈ ગયા છે. તેઓ અત્યારે સ્ટાફની કામગીરી કરી દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!