Friday, April 19, 2024
HomeGujaratમોરબી શહેરમાં વધતા કોરોનાનાં કેસનુ એપી સેન્ટર નગર દરવાજાનાં ચોકમાં સવારે ભરાતી...

મોરબી શહેરમાં વધતા કોરોનાનાં કેસનુ એપી સેન્ટર નગર દરવાજાનાં ચોકમાં સવારે ભરાતી શાક માર્કેટ તાત્કાલીક અન્યત્ર ખસેડવા અંગે મોરબીનાં જાગૃત નાગરિકની જીલ્લા કલેકટરને રજુઆત

મોરબીનાં જાગૃત નાગરીક નિર્મિત કક્કડ દ્વારા મોરબી જીલ્લા કલેકટરને રજુઆત કરતાં જણાવાયું હતું કે મોરબી જીલ્લામાં દીન પ્રતિદીન કોરોનાનુ સંક્રમણ તેમજ મૃત્યુ આંક વધી રહ્યો છે ત્યારે મોરબી શહેરનાં હાર્દસમા વિસ્તાર નગરદરવાજા ના ચોક મા દરરોજ સવારે શાક માર્કેટ ભરાય છે જેમા બહોળી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે એકત્રિત થાય છે જ્યાં સોશિયલ ડીસટન્સિંગ નો સંદતર અભાવ જોવા મળી રહ્યો છે જે જન આરોગ્ય સામે ગંભીર ખતરારૂપ છે.

- Advertisement -
- Advertisement -

થોડા મહીનાઓ પહેલા સરદાર બાગ સામે શાક માર્કેટ તંત્ર દ્વારા ખસેડવામાં આવી હતી પરંતુ શાળા-કોલેજો શરૂ થતા ત્યા ભરાતી માર્કેટ બંધ કરવામાં આવી હતી. નગર દરવાજાનાં ચોકમાં બહોળી જનસંખ્યા ભેગી થતી હોય તેમજ સરકારી ગાઈડલાઈન્સ નો ઉલાળીયો થતો હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યાંના દુકાનદારોમાં કોરોનાને લઇને ભયનું વાતાવરણ હોય નગર દરવાજે વહેલી સવારથી નવ વાગ્યા સુધી ભરાતી શાક માર્કેટને લોકોના બહોળા હિતને ધ્યાનમાં રાખીને અન્યત્ર ખુલ્લી વિશાળ જગ્યાએ (કાયમી ધોરણે) ખસેડવા ત્યાંના વેપારીઓની પણ માંગ છે. શાક માર્કેટને લીધે મોરબીના ઘરેણા સમાન નગર દરવાજા ચોકની ગરીમા ઝંખવાય છે તેમજ સીટીના મેઇન ચોકમાં ગંદકી અને દબાણને લીધે પાર્કીંગ પ્રોબલેમ રહેતી હોય ટ્રાફીક પ્રશ્ન નિવારવા માટે નગર દરવાજા ચોકમાં સવારે ભરાતી શાક માર્કેટનું અન્યત્ર સ્થાનાંતર કરવુ અનિવાર્ય છે. શાક ભાજી વેંચતા લોકો સામાન્ય ગરીબ અથવા મધ્યમ વર્ગીય પરિવાર માંથી આવતા હોય છે, તેમને કોરોનાનું સંક્રમણ થતા તેમના પરિવાર પર આભ તુટી પડે છે. ત્યારે ગરીબ તેમજ સામાન્ય લોકો ના આરોગ્યની રક્ષા માટે તેમજ કોરોના ના સંક્રમણ ને અટકાવવા માટે નગર દરવાજાનાં ચોકમાં ભરાતી શાક માર્કેટ ને એવી જગ્યા એ તાત્કાલીક સ્થળાંતરિત કરવામાં આવે જ્યા સોશિયલ ડીસટન્સિંગ જળવાઈ રહે તેમજ સરકારી તમામ ગાઈડલાઈન્સ નુ યોગ્ય પાલન થાય તે અંગે યોગ્ય વ્યવસ્થા તાત્કાલીક કરવા અંગે જીલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!